માર્ગદર્શન અને સહયોગથી નિર્માણ પામેલ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ ધ્વારા ભરૂચ-અંકલેશ્વર રસ્તા પર નર્મદા નદી પર રૂા.૪૩૦ કરોડના ખર્ચે નિર્મિત ચાર માર્ગીય “ નર્મદા મૈયા પુલ તેમજ એલિવેટેડ કોરીડોર “ ના લોકાર્પણ તથા અન્ય વિવિધ રૂા.રરર કરોડના ખર્ચે નિર્મિત થનાર રસ્તાના કામોના ખાતમુહુર્ત / ભૂમિપૂજન રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના શુભ હસ્તે તા.૧ર-૦૭-ર૦ર૧ને સોમવાર બપોરે ર-૩૦ કલાકે કે.જે.પોલીટેકનીક કોલેજ ગ્રાઉન્ડ- ભરૂચ ખાતે થનાર છે. આ અવસરે રાજયકક્ષાના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સંસદસભ્ય મનસુખભાઇ વસાવા,ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
નર્મદામૈયા પુલ તેમજ એલિવેટેડ કોરીડોર ચાર માર્ગીય પુલની લંબાઇ ૧૪૬ર મીટર તથા ર૦.૮૦ મીટર પહોળાઇ
નર્મદામૈયા પુલ તેમજ એલિવેટેડ કોરીડોર ચાર માર્ગીય પુલની લંબાઇ ૧૪૬ર મીટર તથા ર૦.૮૦ મીટર પહોળાઇ , એપ્રોચની લંબાઇ – ર૧૩૧ મીટર, એલિવેટેડ કોરીડરની લંબાઇ/પહોળાઇ- ૧૪૦૭ મીટરનો ૧૭.ર૦ મીટર પહોળાઇ ચાર માર્ગીય કોરીડોર, જયારે રેમ્પમાં અપ રેમ્પ - ર૪૦ મીટર ( શીતલ ગેસ્ટ હાઉસ પાસે ), ડાઉન રેપ- ર૬૮ મીટર ( રેલ્વે સ્ટેશન પાસે ) સુપર સ્ટ્રકચર- ફીશ બેલી શેપ પી.એસ.સી બોકસ ગર્ડર, સર્વિસ રોડ – ૧પપ૦ મીટર લંબાઇ તથા ૭.૦૦ મીટર પહોળાઇ અને એલ.ઇ.ડી સ્ટ્રીટ લાઇટ – રર૮ નંગ નાખવામાં આવેલ છે.
ભરૂચની અનુક્રમે અંદાજીત ૩,૧પ,પ૯૬ અને ૪,પર,પ૧૭ વસ્તીને લાભ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના મુખ્યમથક ભરૂચની બાજુમાંથી નર્મદા નદી વહે છે સદર નદી પર હાલમાં વર્ષ ૧૮૮રની સાલમાં અંગ્રેજોના શાસનમાં નિર્મિત ગોલ્ડનબ્રીજ આવેલ છે. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા અન્ય સરદારબ્રીજ,વર્ષ-ર૦૧૭માં કેબલ સ્ટેય બ્રીજ,રેલ્વે લાઇન બ્રીજ આમ કુલ ચાર બ્રીજ આવેલ છે. ભરૂચના સામેના છેડે એશિયા ખંડની સૌથી મોટી જીઆઇડીસી આવેલ છે. અંકલેશ્વર જવા આવવા માટે સદર બ્રીજો પર ધણો ટ્રાફીક રહે છે. સદર સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારશ્રી ધ્વારા નર્મદા નદી પર ગોલ્ડનબ્રીજની સમાંતર નવો ચાર માર્ગીય પુલનું નિર્માણ કરવામાં આવ્યું. સદર બ્રીજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં દહેજ જીઆઇડીસી અને અંકલેશ્વર જીઆઇડીસી પહોંચવા સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાશે.સદર બ્રીજના નિર્માણ થવાથી અંકલેશ્વર અને ભરૂચની અનુક્રમે અંદાજીત ૩,૧પ,પ૯૬ અને ૪,પર,પ૧૭ વસ્તીને લાભ થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500